લૂમ સોલર દ્વારા ‘ધ સ્માર્ટર ઈ ઈન્ડિયા – ઈન્ટરસોલર એક્સ્પો ગુજરાત 2026’ ખાતે હાઈ-એફિશિયન્સી ઈન્ટિગ્રેટેડ સોલર અને BESS સોલ્યુશન્સનું પ્રદર્શન

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2026: ભારતના સૌથી ઝડપથી વિકસતા સોલર ટેક્નોલોજી ઉત્પાદકોમાંના એક, લૂમ સોલર (Loom Solar), ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 25 થી 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાઈ રહેલા ‘ધ સ્માર્ટર ઈ ઈન્ડિયા – ઈન્ટરસોલર એક્સ્પો ગુજરાત 2026’ માં ભાગ લઈ રહ્યું છે. પશ્ચિમ ભારત રિન્યુએબલ એનર્જીના વિકાસ માટે મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે કંપનીની આ સહભાગિતાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક હાજરી મજબૂત કરવાનો અને EPC કોન્ટ્રાક્ટરો, વિતરકો, પ્રોજેક્ટ ડેવલપર્સ તથા C&I ગ્રાહકો સાથે ભાગીદારી વિસ્તારવાનો છે.

લૂમ સોલરના કો- ફાઉન્ડર અને ડિરેક્ટર, અમોદ આનંદે જણાવ્યું હતું કે: “પશ્ચિમ ભારતમાં રૂફટોપ અને C&I (કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ) સેગમેન્ટમાં સોલરનો ઝડપી સ્વીકાર જોવા મળી રહ્યો છે. હવે ધ્યાન ફક્ત ઇન્સ્ટોલેશનની સંખ્યા પરથી બદલાઈને ભરોસાપાત્ર પર્ફોર્મન્સ (કાર્યક્ષમતા) પર કેન્દ્રિત થઈ રહ્યું છે. ‘ધ સ્માર્ટર ઈ ઈન્ડિયા – ઇન્ટરસોલર ગુજરાત 2026’ ખાતે, અમે આવા સંકલિત અને ટેકનોલોજી-આધારિત ઉકેલો રજૂ કરી રહ્યા છીએ, જે અમારા ભાગીદારો અને ગ્રાહકો માટે કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને વધુ સારા આર્થિક પરિણામો લાવે છે.”

આ એક્સ્પોમાં, લૂમ સોલર એક એવું ઈન્ટિગ્રેટેડ (સંકલિત) સોલર ઈકોસિસ્ટમ રજૂ કરી રહ્યું છે, જે કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર વીજળી ઉત્પન્ન કરવા પૂરતું સીમિત ન રહેતા, કંપની હવે એવા ઉકેલો પ્રદર્શિત કરી રહી છે જે હાઈ-એફિશિયન્સી મોડ્યુલ્સ, ઈન્ટેલિજન્ટ ઈન્વર્ટર અને સ્કેલેબલ સ્ટોરેજ સિસ્ટમ્સનો સમન્વય કરે છે, જેથી સતત અને સ્ટોરેજ-આધારિત પાવર સપ્લાય મળી શકે.

“સ્માર્ટ સોલર. સ્ટ્રોન્જર રિટર્ન્સ.”ની થીમ હેઠળ, લૂમ સોલર કાર્યક્ષમતા આધારિત નફાકારકતા પર ભાર મૂકી રહ્યું છે. તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે કે કેવી રીતે કાર્યક્ષમતા-કેન્દ્રિત ટેકનોલોજી અને સ્ટોરેજ ઈન્ટિગ્રેશન (સંગ્રહ વ્યવસ્થાનું જોડાણ) પ્રોજેક્ટના જીવનકાળ દરમિયાન મળતું વળતર વધારે છે અને સાથે જ ઓપરેશનલ સાતત્ય સુનિશ્ચિત કરે છે.

આ પ્રદર્શનમાં 750W સુધીના હાઈ-એફિશિયન્સી સોલર PV મોડ્યુલ્સ રજૂ કરવામાં આવ્યા છે, જે ALMM અને BIS સ્ટાન્ડર્ડ્સ હેઠળ પ્રમાણિત છે અને ઉચ્ચ ઊર્જા ઉત્પાદન  તથા લાંબા ગાળાની બેન્કેબિલિટી (આર્થિક વિશ્વસનીયતા) માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ પોર્ટફોલિયોમાં 3 kW થી 50 kW સુધીના ‘મેડ-ઈન-ઈન્ડિયા’ ઓન-ગ્રીડ અને હાઇબ્રિડ ઇન્વર્ટર્સનો સમાવેશ થાય છે, જે રહેણાંક, MSME અને C&I ઇન્સ્ટોલેશનમાં સોલર-ટુ-સ્ટોરેજનું સીમલેસ ઈન્ટિગ્રેશન સક્ષમ બનાવે છે.

આ સંપૂર્ણ ઇકોસિસ્ટમને લૂમ સોલરની લિથિયમ-આધારિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પૂર્ણ કરે છે, જેમાં 1 kWh ના રહેણાંક યુનિટ્સથી લઈને 5 MWh ના યુટિલિટી-સ્કેલ ડેપ્લોયમેન્ટ્સનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ્સ પાવર સપ્લાયને સ્થિર કરવા, પીક-લોડ (વધુ વપરાશના સમય) પરની નિર્ભરતા ઘટાડવા અને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા વધારવા માટે બનાવવામાં આવી છે.

આ સહભાગિતા દ્વારા, લૂમ સોલર તેના ચેનલ નેટવર્કને વિસ્તારવા, ઉચ્ચ-ગુણવત્તાવાળા વ્યવસાયિક જોડાણો બનાવવા અને ‘મેડ-ઈન-ઈન્ડિયા’ સોલર ટેક્નોલોજીના પ્રીમિયમ બ્રાન્ડ તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખે છે.

મુલાકાતીઓ 25 થી 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે લૂમ સોલરની ટેકનિકલ અને બિઝનેસ ટીમને મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *