“જ્યાં સુરક્ષિત નિકોટિન વિકલ્પોની મંજૂરી છે ત્યાં ધૂમ્રપાનમાં ઘટાડો અને જાહેર આરોગ્યમાં સુધારો જોવા મળ્યો છે” – થોલોસ ફાઉન્ડેશન અભ્યાસ

  • જાપાન અને સ્વીડનમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઘટીને અનુક્રમે 30% અને 5.6% પર આવી ગયું છે; જ્યારે ભારત પાસે આ બાબતે કોઈ સ્વતંત્ર વૈજ્ઞાનિક મૂલ્યાંકનનો અભાવ છે અને તે ગ્રાહકોની પસંદગી પર પ્રતિબંધો ચાલુ રાખી રહ્યું છે.

India, 2026: થોલોસ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત એક આંતરરાષ્ટ્રીય વ્હાઇટ પેપરદર્શાવે છે કે જે દેશોએ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા અને સુરક્ષિત નિકોટિન વિકલ્પો અપનાવ્યા છે, ત્યાં ધૂમ્રપાનના દરમાં અને તેને સંબંધિત રોગોમાં ઝડપી અને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટ, ‘સેફર નિકોટિન વર્ક્સસ્પષ્ટ કરે છે કે જ્યારે પુખ્ત ધૂમ્રપાન કરનારાઓને હાલની તમાકુ નિયંત્રણ નીતિઓની સાથે સાથે નિયંત્રિત અને ઓછી નુકસાનકારક નિકોટિન પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, ત્યારે ધૂમ્રપાનનું પ્રમાણ ઝડપથી ઘટે છે અને જાહેર આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે.

આ અહેવાલ વિગતવાર સમજાવે છે કે કેવી રીતે જાપાન અને સ્વીડને ગ્રાહકો દ્વારા હીટેડ ટોબેકો અને ઓરલ નિકોટિન જેવા સુરક્ષિત વિકલ્પો અપનાવવાને કારણે ધૂમ્રપાનના દરમાં મોટો ઘટાડો હાંસલ કર્યો છે. જાપાનમાં, વર્ષ 2016માં ટોબેકો હીટિંગ સિસ્ટમ્સરજૂ કરવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૨૦માં પ્રથમ વખત પુરુષોમાં ધૂમ્રપાનનો દર 30% થી નીચે આવી ગયો હતો, જેણે વર્ષોથી ચાલી આવતી સ્થિરતાને તોડીને માત્ર પાંચ વર્ષમાં 32% નો ઘટાડો નોંધાવ્યો હતો. તેવી જ રીતે સ્વીડનમાં પણ 2016માં બજારમાં આવેલા સ્નસઅને નિકોટિન પાઉચના ઝડપી સ્વીકારને કારણે 2023 સુધીમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઘટીને માત્ર 5.6% થઈ ગયું છે, જે તે દેશને સ્મોક-ફ્રીદરજ્જાની અત્યંત નજીક લઈ ગયું છે.

આ ઘટાડો સિગારેટ પર પ્રતિબંધ મૂક્યા વિના પ્રાપ્ત કરવામાં આવ્યો હતો; તેના બદલે, તે પુખ્ત ધૂમ્રપાન કરનારાઓને નિયંત્રિત અને વિજ્ઞાન આધારિત વિકલ્પો પ્રદાન કરીને શક્ય બન્યું છે, જે નોંધપાત્ર રીતે ઓછું નુકસાન પહોંચાડે છે. જોકે, ભારતમાં હજુ સુધી હાનિ ઘટાડવાની‘ (harm-reduction) વ્યૂહરચનાઓનો જાહેર આરોગ્ય માટે ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભારતમાં ૨૦૧૯માં ઈલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ‘ (ENDS) પર મૂકવામાં આવેલા પ્રતિબંધમાં હીટેડ ટોબેકો પ્રોડક્ટ્સને પણ આવરી લેવામાં આવી હતી, ભલે તે બંને અલગ-અલગ શ્રેણીઓ હોય. ભારતમાં આ પ્રોડક્ટ્સ વચ્ચે તફાવત પારખવા માટે કોઈ મજબૂત વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી, કે જાપાન, સ્વીડન, યુકે, યુએસએ અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાંથી સામે આવી રહેલા વ્યાપક વૈજ્ઞાનિક અને વાસ્તવિક પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.

પરિણામે, ભારતમાં પુખ્ત ધૂમ્રપાન કરનારાઓ પાસે નિયંત્રિત અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત વિકલ્પોનો કોઈ રસ્તો નથી, જે તેમને હાનિ-ઘટાડાના ફાયદાઓ ધરાવતા ઉત્પાદનોથી વંચિત રાખે છે અને આ રીતે તેમની પસંદગીની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે.

આ તારણો પર ટિપ્પણી કરતા, થોલોસ ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન્ઝો મોન્ટાનારીએ જણાવ્યું હતું કે, “સુરક્ષિત નિકોટિન વાસ્તવમાં વિશ્વભરમાં લોકોના જીવ બચાવી રહ્યું છે. સ્વીડન અને જાપાનનો અનુભવ, તેમજ યુકે, કેનેડા, ન્યુઝીલેન્ડ અને ફ્રાન્સમાં જે જોવા મળ્યું છે, તે સાબિત કરે છે કે જ્યારે લોકો પાસે સુરક્ષિત ઉત્પાદનોની સુલભતા હોય છે, ત્યારે તેઓ મોટી સંખ્યામાં તેને પસંદ કરે છે. આપણી પાસે હવે ધૂમ્રપાનના ઉચ્ચ દર સામે લડવા માટે જરૂરી સાધનો ઉપલબ્ધ છે: વિશ્વભરની સરકારોએ હવે તેમના નાગરિકોને વધુ સારો વિકલ્પ પસંદ કરવામાં મદદ કરવી જોઈએ.”

ભારત તમાકુ સંબંધિત રોગોના સૌથી વધુ ભારણનો સામનો કરી રહ્યું છે, તેથી તમામ ઓછા જોખમવાળા નિકોટિન ઉત્પાદનો પરના સંપૂર્ણ પ્રતિબંધ પર પુનર્વિચાર કરવાથી જાહેર આરોગ્યમાં નોંધપાત્ર લાભ મળી શકે છે. યુવાનોને સુરક્ષિત રાખીને પુખ્ત વયના લોકોને વધુ સુરક્ષિત વિકલ્પો પૂરા પાડતી એક વિજ્ઞાન-આધારિત માળખાગત નીતિ, ભારતને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે જોડવામાં અને ધૂમ્રપાનથી થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરી શકે છે.

વધુ માહિતી માટે અને સંપૂર્ણ વ્હાઇટ પેપર સેફર નિકોટિન વર્ક્સ‘ (Safer Nicotine Works) વાંચવા માટે, આ લિંકની મુલાકાત લો:

https://tholosfoundation.org/wp-content/uploads/2023/10/Tholos-Safer-Nicotine-Works.pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *